નેપાળમાં આંતરરાષ્ટ્રીય સ્પીડ વોકમાં ચીખલી સોલધરાના કૃણાલ પટેલે ગોલ્ડ મેડલ જીત્યો
નેપાળના પોખરા ખાતે આવેલા રંગશાળા સ્ટેડિયમમાં આયોજિત આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પીડ વોક સ્પર્ધામાં સોલધરા (ચીખલી)ના વતની તથા સી.આર.સી. વાંદરવેલા, વાંસદામાં કાર્યરત શ્રી કૃણાલભાઈ જેરામભાઈ પટેલે 5 કિ.મી. સ્પીડ વોક સ્પર્ધા 31.40 મિનિટમાં પૂર્ણ કરીને પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ જીત્યો છે. તેમની આ સિદ્ધિથી ભારતનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગૌરવપૂર્વક ઉજાગર થયું છે. નોંધનીય છે કે શ્રી કૃણાલભાઈ પટેલે અગાઉ પણ રાજ્ય, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરની પાવર લિફ્ટિંગ સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ મેળવી પોતાની રમતગમત પ્રતિભા સાબિત કરી છે. તેમની સતત સફળતાનું મુખ્ય કારણ નિયમિત મહેનત, શિસ્તબદ્ધ અભ્યાસ અને યોગ્ય માર્ગદર્શન રહ્યું છે. આ આંતરરાષ્ટ્રીય સિદ્ધિ બદલ શિક્ષકો, શિક્ષણ વિભાગના અધિકારીઓ, પરિવારજનો, મિત્રો તથા ગ્રામજનો દ્વારા તેમને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. તેમની સફળતા યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બનશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી છે.

Comments
Post a Comment